માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત મારા સ્મૃતિપટ પર ગઇકાલ સાંજની પળો હજીપણ છવાયેલી છે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું સ્વાગત, સૌનો સ્નેહ મારા જીવનની યાદગાર પળોમાં એક બની રહેશે. આ પળની એક ઝલક…. pic.twitter.com/kKeJrlnijL — C R Paatil (@CRPaatil) June 14, 2024
Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું. View this post on Instagram A post shared by @khergam_news_updates
Comments
Post a Comment