Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વ...